Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગાંધીનગર: ઇર્ષાળુ પતિનું પરાક્રમ : નોકરી કરતી શિક્ષિત પત્‍નીને કોલગર્લ તરીકે ચીતરી : પત્‍નીના નામનું ફેક અેકાઉન્‍ટ ખોલી પત્‍નીના ફોટા મુકી કોલગર્લ હોવાનું જણાવ્‍યું : પતિ વિરૂધ્‍ધ પત્‍ની દ્વારા પોલીસ ફરીયાદ

ગાંધીનગર: ઇર્ષાળ, પતિઅે પરાક્રમ કરી પોતાની નોકરી કરતી શિક્ષીત પત્‍નીને કોલગર્લ તરીકે ચીતરી હતી. આ માટે તેણે પત્‍નીના નામનું ફેક અેકાઉન્‍ટ ફેશબુકમાં ખોલે પપ્‍તીના ફોટા મુકી અને તે કોલગર્લ હોવાનું જણાવ્‍યું હતું. પતિ વિરૂધ્‍ધ પત્‍ની દ્વારા પોલીસ ફરીયાદ કરાઇ છે.

ઓરીજનલ એકાઉન્ટ પરથી તેણે પત્નીના ફોટા કોપી કરી ફેક એકાઉન્ટ પર મુક્યા હતા અને તેણી કોલગર્લ હોવાનું જણાવી મિત્રો અને સગાસબંધીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ એસઓજીએ ફેસબુક પાસેથી ડિટેઇલ મેળવી પતિનો ભાંડો ફોડી નાખ્યો હતો. નીચતા ભર્યા આ કરતુતમાં પોતાનો પતિ જ સંકળાયેલો હોવાનું જાણી એક સમયે પત્ની અચંબામાં પડી ગઇ હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ ન થાય તે માટે તેને સમજાવી હતી. પરંતુ માનસીક રીતે અત્યંત હેરાન થયેલી પત્નીએ પરિવારજનોની વાતને બાજુ પર રાખી પતિ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. સાંપ્રત સમાજને હચમચાવતો આ કિસ્સો ગાંધીનગર જિલ્લામાં બન્યો છે. જે મહિલા સાથે આ પ્રકારનું અધમ કૃત્ય આચરવામાં આવ્યુ તે મહિલા એક બેંકમાં ફરજ બજાવે છે. મહિલા શિક્ષીત છે. તેના લગ્ન પણ એક નોકરી કરતા યુવક સાથે થયા હતા. પ્રારંભિક દિવસો બાદ બંને વચ્ચે મનદુખ થયુ હતું. આથી છેલ્લા એકવર્ષથી મહિલા અને તેનો પતિ અલગ અલગ રહે છે. ગત નવેમ્બરમાં મહિલાનો બર્થડે આવ્યો હતો. જેનું સેલિબ્રેશન તેણે તેના મિત્રો સાથે કર્યુ હતું. ત્યારબાદ તેણીએ તેના મિત્રો સાથેના ફોટા ફેસબુક પર મુક્યા હતા. આ મામલે કોઇએ મહિલાના પતિને જાણ કરી ટોણો માર્યો હતોકે, તારી પત્ની સાથે તેના મિત્રોના ફોટા છે, પરંતુ તારો ફોટો કેમ મુક્યો નથી. આ બાબતની તેણે પોતાની પત્નીના ફેસબુક એકાઉન્ટ ખોલીને તપાસ કરી હતી. જેમાં અપલોડ કરવામાં આવેલા ફોટામાં તેનું સ્થાન નહી હોવાનું જણાયુ હતું. આથી પતિ ઇર્ષાથી લાલઘુમ બની ગયો હતો. તેણે પોતાની પત્નીને સબક શીખવાડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેણે જે રીતે પત્નીને સબક શીખવાડવાનો નિર્ણય લીધો તેનો પર્દાફાશ થતા તેની વિરૃધ્ધ સગાસબંધીઓ અને મિત્રો દોસ્તારોમાં થું થું થવા લાગી છે.

પત્નીને સબક શીખવાડવા માટે તેણે પોતાના પત્નીના નામનું એક ફેક ફેસબુક એકાઉન્ટ ખોલ્યુ હતું. પત્નીના ઓરીજનલ ફેસબુક એકાઉન્ટમાંથી તેણે પત્નીના ફોટા કોપી કર્યા હતા. ત્યારબાદ આ ફોટાને તેણે ફેક એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. એટલુ જ નહી પરંતુ તેણે પત્નીને આ ફેક એકાઉન્ટ પર કોલગર્લ તરીકે ચીતરી હતી. આટલે થી પણ નહી અટકતા તેણે તેનો ભાવ અને મોબાઇલ નંબર પણ દર્શાવ્યો હતો. ત્યારબાદ તેણે પત્નીને બેઆબરુ કરવાના ઇરાદે ફેક એકાઉન્ટ પરથી તેના મિત્રો સગાસબંધીઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. મિત્રો અને સગાસબંધીઓ આ જાણી ચોંકી ઉઠયા હતા. તેઓએ આ મામલે મહિલાનું ધ્યાન દોર્યુ હતું.

આથી મહિલા સીધી જ એસપી વિરેન્દ્રસિંહ યાદવ પાસે પહોંચી હતી. એસપીએ પણ બનાવની ગંભીરતા જોઇ તપાસ એસઓજીને સોંપી હતી. એસઓજીના પોલીસ ઇન્સપેકટર પરેશ સોલંકી તથા ટીમના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.કે.રાઠોડ સહિતની ટીમે ટેકનીકલ સર્વેલન્સ મારફત સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેઓ દ્વારા ફેસબુકની વડી કચેરીનો પણ સંપર્ક સાંધવામાં આવ્યો હતો. ફેસબુકે પણ એસઓજીને સપોર્ટ કર્યો હતો અને જરૃરી આઇપી એડ્રેસ સહિતની વિગતો આપી હતી. પોલીસને એકપછી એક લીંક મળતી ગઇ હતી. આખરે આ લીંક કુકરવાડા સુધી પહોંચી હતી. તપાસ કરતા પોલીસે એક શખસને ઝડપી લીધો હતો. તેણે ગુનો પણ કબુલી લીધો હતો. પરંતુ જ્યારે પોલીસે તેનું નામ જાણ્યુ ત્યારે એકસમય માટે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

નીચતાભર્યુ કૃત્ય કરનાર આ શખસ ખુદ મહિલાનો પતિ હોવાનું ખુલ્યુ હતું. આથી સમગ્ર મામલે પોલીસે મહિલાને જાણ કરી હતી. મહિલાએ આ મામલે પોતાના પરિવારજનો અને પતિના પરિવારજનોને બોલાવ્યા હતા. પ્રારંભિક તબક્કામાં બંને પક્ષના પરિવારજનો ફરિયાદ ન થાય તેમ ઇચ્છી રહ્યા હતા. પરંતુ મહિલા આ દિવસો દરમિયાન અત્યંત માનસીક હેરાન થઇ હોય તેણે પતિ વિરૃધ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.

(12:41 am IST)