Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મહુઆ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીનો કારોબાર બંધ થયો

કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડુતો નારાજ : મોટા ભાગે નિકાસ થતી સફેદ ડુંગળીની કિંમતમાં સતત ત્રીજા વર્ષે ઘટાડો થયો : ખેડુતો પાસે જંગી જથ્થો ઉપલબ્ધ

અમદાવાદ,તા. ૧૭: ભાવનગર જિલ્લામાં સેંકડો ખેડુતોએ સફેદ ડુગળીના કારોબારને રોકી દીધો છે. નારાજ ખેડુતો સફેદ ડુંગળીની ઘટેલી કિંમતને લઇને પરેશાન થયેલા છે. કિંમતોમાં ઘટાડો થયા બાદ નાસિકમાં લાસલગામ સેન્ટર બાદ બજા સૌથી મોટા ઓનિયન ટ્રેડિંગ સેન્ટર મહુઆ માર્કેટ યાર્ડમાં વેચાણને કારોબારીઓ બંધ કરી ચુક્યા છે. મહુઆ માર્કેટ યાર્ડમાં અચોક્કસમુદ્દત માટે કારોબારને રોકી દેવામાં આવ્યા બાદ ચિંતા પ્રવર્તી રહી છે. સતત ત્રીજા વર્ષે સફેદ ડુંગળીની કિંમતોમાં ઘટાડો થયો છે. સફેદ ડુંગળી મોટા ભાગે નિકાસ કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ હજાર ટનથી વધારે સફેદ ડુંગળી હાલમાં ખેડુતો પાસે પડેલી છે. સફેદ ડુંગળી ડીહાઈડ્રેડ હોય છે. મોટા ભાગે યુરેપિયન દેશોમાં તેનો નિકાસ કરવામાં આવે છે. મહુવામાં ૧૦૦ જેટલા ડિહાઈડ્રેશન પ્લાન્ટ રહેલા છે. હાલમાં ખેડુતોને પ્રતિ ૨૦ કિલો ૬૦ થી ૭૦ રૂપિયા મળી રહ્યા છે. જોકે તેમનો ઉત્પાદન ખર્ચ ૧૪૦ રૂપિયા છે. ખેડુતોના કહેવા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી કિમતોમાં નુકસાન થઈ રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે સફેદ ડુંગળીનું ઉત્પાદન આ વખતે ૨૫ ટકા સુધી ઘટી ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં તેમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે સફેદ ડુંગળીનું ઉત્પાદન ૪૫૦૦૦ ટનની આસપાસ રહ્યુ છે. ગયા વર્ષે સફેદ ડુંગળીનું ઉત્પાદન ૬૦૦૦૦ ટનની આસપાસ રહ્યું હતું. મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે કહ્યું છે કે, સફેદ ડુંગળી માત્ર નિકાસ કરવામાં આવે છે. સ્થાનિક વપરાશ ખુબ ઓછું છે. ડિહાઈડ્રેશન પ્લાન્ટના માલિકો એકબીજા સામે સ્પર્ધા કરી રહ્યા છે અને અંતર રાષ્ટ્રીય માર્કેટમાં ઓછી કિંમતે ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે.

(9:56 pm IST)