Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વડોદરાના પાદરા તાલુકાના માસર ગામનો બોર્ડનો વિદ્યાર્થી લાપતાઃ પરિવાર દ્વારા અપહરણની શંકા

વડોદરાઃ પાદરા તાલુકાના માસર ગામે રહેતા વિક્રમ રવજીભાઈ રાઠોડ ગ્લાસ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 13વર્ષિય પુત્ર અક્ષરની શાળામાં બોર્ડની પરીક્ષા ચાલતી હોવાથી તેનું રિડિંગ વેકેશન ચાલી રહ્યું છે. દરમિયાન ગત તારીખ 14મીના રોજ અક્ષર તેના ઘરે બપોરે જમ્યા બાદ વાડામાં આન્ય બાળકો સાથે રમવા માટે ગયો હતો.

બપોરે અક્ષરની માતા રંજનબહેન તેને વાડામાં શોધવા જતાં તે મળ્યો નહોતો. બાદમાં માતાએ ગામનાં ફળિયામાં અક્ષર જ્યાં કાયમ રમવા જતો હતો તે તમામ સ્થળે તપાસ કરતાં તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પુત્ર નહીં મળતાં ગભરાયેલી માતા રંજનબહેને તેનાં પરિવારજનોને કરી હતી. જોકે આજદિન સુધી અક્ષરનો કોઈ પત્તો ન લાગતાં આખરે અક્ષરની માતાએ વડુ પોલીસ મથકે જઈને પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ થયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.

(8:21 pm IST)