Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બનાસકાંઠા જીલ્લા પંચાયત ઉપર ભાજપને પછડાટઃ કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી

બનાસકાંઠાઃ જિલ્લા પંચાયત પર ભાજપને પછાડીને કોંગ્રેસે કબજો કરી લીધો છે. જેમાં આજે ચુંટણી બાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ - ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસનાં પીનાબેન ધાડિયાની વરણી કરવામાં આવી હતી. તેમજ ઉપ પ્રમુખ તરીકે કોંગ્રેસનાં જશીબેન દિયાની વરણી કરવામાં આવી હતી. હાલ જિલ્લા પંચાયતમાં 36 સભ્યો સાથે કોંગ્રેસ બહુમતિમાં છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં કલેક્ટર અને DDOની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવી હતી. જો કે ચૂંટણી પૂર્વે ભાજપનાં સભ્યોએ હોબાળો પણ મચાવ્યો હતો.

વિધાનસભાની જેમ જ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસનો ગઢ સાબિત થયો હતો. બનાસકાંઠા જીલ્લામાં ૧૪ તાલુકા પંચાયત પૈકી ૬ તાલુકા પંચાયત ભાજપના ફાળે જયારે ૬ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે. જેના પગલે જીલ્લા પંચાયત પર ભાજપની સત્તા છીનવાઈ કોંગ્રેસને સત્તા સાંપડી છે.બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સત્તાની રસાકસી પૂર્ણ થઇ હતી.

બનાસકાંઠા જીલ્લાની જીલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જયારે ૧૪ તાલુકા પંચાયતો ભાજપને સરખે ભાગે ભાજપ કોંગ્રેસના ફાળે ગઈ હતી. જીલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠા જીલ્લામાં કોંગ્રેસની બહુમતી આવી હતી. પરંતુ ભાજપે યેનકેન પ્રકારે જીલ્લા પંચાયતમાં સત્તા મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે તેમ છતાં કોંગ્રેસે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવારોની વરણી કરીને વિજય મેળવી લીધો છે.

(8:14 pm IST)