Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અરવલ્લીના સાતરડા પાસે જીપ અને ટ્રેક્ટર વચ્ચે થયો અકસ્માત : ધડાકાભેર થયેલ અથડામણમાં ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા : સદનસીબે કોઈ જાનહાની નથી

માલપુર : અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પર દોડતાં વાહનો અતી જૂખમી સાબિત થઈ રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામ નજીક જીપ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની ભયંકરતા એના પરથીજ સમજાય જાય છે કે આ ધડાકાભેર થયેલ અથડામણમાં ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા હતા. અને ટ્રેક્ટર ચાલક મેહૂલ રમણભાઈ કોટવાલને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગામ નજીક અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે મોટાં લોકોના ટોળાં ભેચાં થઈ ગયા હતાં. ઘટના અંગે માલપુર પોલીસે જીપચાલક વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જિલ્લાના માર્ગો ઉપર દોડતાં વાહનો યમદૂત સાબિત થઈ રહ્યાં છે. માલપુર તાલુકાના સાતરડામાં તા.૧૬ના રોજ પૂરઝડપે પસાર થતી ડાલુજીપ(નં.આર.જે.ર૭-જીએ-૩૬ર૯) ના ચાલકે રોડ ઉપર જતા ટ્રેક્ટર(નં.જી.જે.૩૧-એ-૮૮પ૬)ને ટક્કર મારતાં ફુટબોલની જેમ દૂર ફંગોળાઈ બે ટુકડા થઈ ગયું હતું. જ્યારે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક મેહૂલ રમણભાઈ કોટવાલને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
અકસ્માત સર્જી પરપ્રાંતિય ડાલુ જીપચાલક સ્થળ ઉપરથી નાસી છૂટયો હતો. બનાવ અંગે રમણભાઈ કોટવાલની ફરિયાદના આધારે માલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:09 pm IST)