Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરતમાં કાળજુ કંપી જાય તેવી શરમજનક ઘટનાઃ મહિલા ઉપર દુષ્કર્મ આચરીને અનિલ કાઠીએ પાણી માંગ્યું તો પેશાબ પીવડાવ્યો

સુરત: સુરતના નામચીન શખ્સે મહિલા ઉપર દુષ્કર્મ આચરીને પાણી માંગતા પેશાબ પીવડાવ્યાની ઘટના બનતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.

સુરતમાં માથાભારે વ્યકિત અનિલ કાઠીએ એક અઠવા વિસ્તારમાં રહેતી એક મહિલાને કોસમાડી ફાર્મહાઉસ ખાતે ગોંધી રાખી અને તેના ઉપર અત્યાચાર કર્યાં. મહિલા પર દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેણે મહિલાને પોતાનો પેશાબ પણ પિવડાવ્યો તેવો મહિલાનો આરોપ છે. મહિલા અને તેના બનેવીને આ શખ્સે પોતાની હેવાનિયતનો શિકાર બનાવ્યાં. બનેવીના નખ કાઢી નાખવામાં આવ્યાં હતાં.

એવો પણ આરોપ છે કે માથાભારે શખ્સ અનિલ કાઠીના સાગરીતોએ પણ આ પીડિત મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતાં. અત્યાચારો કરનારા અનિલ કાઠીએ મહિલાને ધમકી આપી હતી કે પોલીસમાં ફરિયાદ ન કરે પરંતુ મહિલાએ હિંમત કરીને આ વ્યકિત સામે અઠવા પોલીસમાં ફરિયાદ કરી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. એક ટીમ બનાવીને આરોપી અનિલ કાઠી અને તેના સાગરિતોની શોખખોળ શરૂ કરાઈ છે.

અનિલ કાઠી એ નાનપુરા વિસ્તારનો એક માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવે છે. સુરતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ઘ મારામારીના ગુના નોંધાયેલા છે. કહેવાય છે કે પત્નીના અન્ય યુવક સાથે અનૈતિક સંબંધ હતા તેની જાણ અનિલ કાઠીને થઈ, જેના કારણે અનિલ કાઠીએ પોતાના સાગરિતો સાથે મળીને મહિલા તથા તેના બનેવીનું પોતાની કારમાં અપહરણ કર્યું અને કોસમાડી ફાર્મ હાઉસ લઈ ગયો. મહિલા પર અત્યાચારો આચર્યાં. દુષ્કર્મ આચર્યું. મહિલાએ પાણી માંગ્યું તો પોતાનો પેશાબ પીવડાવ્યો. આટલા અત્યાચારો કર્યા બાદ આરોપીએ મહિલા અને તેના બનેવીને ધમકી આપીને છોડી મૂકયા હતાં.

(6:53 pm IST)