Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

નડિયાદ પશ્ચિમમાં રહેણાંક મકાનમાંથી પોલીસે 10 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

ખેડા:એલસીબી ખેડા પોલીસે નડિયાદ પટેલ બેકરી પાસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બોટલ નં ૧૫ કિંમત રૂ.૧૦,૫૦૦ ના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે પશ્ચિમ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સુત્રોમાંથી મળેલ વિગત મુજબ એલસીબી ખેડા પોલીસ રાત્રે નડિયાદ પશ્ચિમમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન મળેલ માહિતી આધારે નડિયાદ પટેલ બેકરી, સુષ્મા રો હાઉસની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં સ્વીચબોર્ડ પાસે દિવાલના ગુપ્ત ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નં ૧૫ કિંમત રૂ.૧૦,૫૦૦ સાથે સુનિલભાઈ અશ્વિનભાઈ તળપદાને ઝડપી પાડ્યો હતો.

(6:29 pm IST)