Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સેલવાસ પોલીસે બાતમીના આધારે હોટલના સ્ટાફરૂમમાં 3 કારમાંથી 17 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

સેલવાસ:પોલીસ વિભાગની સ્પેશિયલ બ્રાન્ચે બાતમીના આધારે ગઈકાલે રાત્રે સામરવરણી વિસ્તારમાં આવેલી હોટલના સ્ટાફ રૃમ અને ત્રણ વાહનમાંથી અંદાજીત રૃ. ૧૭.૩૭ લાખની કિંમતની ૬૨૮ દારૃની પેટીઓ જપ્ત કરી હોટલ સંચાલક સહિત પાંચની ધરપકડ કરી હતી. વાહનોમાં દારૃનો જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાની તૈયારી ચાલ તી હતી. સેલવાસ પોલીસ વિભાગની સ્પેશિયલ ટીમે મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે સેલવાસના સામરવરણી ખાતે આવેલી ફોર્ટ હોટલના સ્ટાફ રૃમમાં છાપો માર્યો હતો. સ્ટાફ રૃમમાં ગેરકાયદેસર રાખવામાં આવેલી વ્હીસ્કીની પેટીઓ મળી આવી હતી. બાદમાં પોલીસે હોટલ પાસે ઉભેલી ફોરચ્યુનર કાર (નં.જીજે-૦૧-કેજી-૧૯૫૬) તથા બે ઈકો કાર (નં. જીજે-૨૧- બીસી-૧૩૯૫ અને જીજે-૧૫-સીએફ-૭૧૬૧)માં પણ તપાસ કરતા તેમાંથી પણ દારૃની પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ રૃા.૧૭.૩૭ લાખની કિંમતની ૬૨૮ પેટીઓ અને ત્રણ વાહન મળી કુલ રૃ.૪૨.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હોટલ સંચાલક કેતન નટવરસિંહ સોલંકી (ઉ.વ.૩૪, રહે. સામરવરણી), ધર્મેન્દ્રકુમાર બ્રીજનાથ યાદવ (ઉ.વ.૨૮), નિર્દોષ ઉર્ફે વિનોદ રાજસિંહ યાદવ (ઉ.વ.૨૨) (બંને રહે.વનમાળી પાર્ક સામરવરણી), અજીત જયપ્રકાશ ઝા (ઉ.વ.૨૧) અને રમેશ પૃથ્વી મંડલ (ઉ.વ.૨૧) (બંને રહે. કચીગામ રોડ, અથાલ)ની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. ત્રણેય વાહનોમાં દારૃનો જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાની તૈયારી કરવામાં આવે તે પહેલા જ પોલીસે પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો.

(6:28 pm IST)