Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પલસાણા તાલુકાના ઘલુડામાં ખોટા દસ્તાવેજો પર લોન લઇ 36.35 લાખની છેતરપિંડી આચરતા અરેરાટી

સુરત:જિલ્લાના પલસાણા તાલુકાના ઘલુડા ગામના ભક્તા બંધુઓએ જમીનના ખોટા દસ્તાવેજોના આધારે વ્યારાની બેંક ઓફ બરોડાની બ્રાંચમાંથી અલગ- અલગ ખેતી વિષયક કામ અર્થે કુલ રૃ. ૩૬.૩૫ લાખની લોન લઇ ઠગાઇ કરતા ચકચાર મચી છે. બેંક મેનેજરે ભક્તાબંધુઓ, બે જામીનદારો અને બેંકના ઇન્સ્પેકશન ઓફિસર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઘલુડા ગામે રહેતા અલ્પેશભાઇ હસમુખભાઇ ભક્તા અને હિરેન હસમુખભાઇ ભક્તા સહિત તેમના પિતાની માલિકીની ઘલુડા ગામે બ્લોક નં. ૨૯ વાળી જમીન ૦-૭૭-૯૯ હેકટર તથા બ્લોક નં. ૩૧ વાળી જમીન ૦.૬૬.૭૭ હેકટર ઉપર સને ૨૦૦૯માં આ ભક્તા બંધુઓએ વ્યારા બેંક રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચમાંથી અલગ અલગ ખેતી વિષયક કિશાન ક્રેડીટ કાર્ડના રૃ. ૩,૦૦,૦૦૦/-, જમીન લેવલીંગ તથા પાઇપલાઇન માટે રૃ. ૧૮.૫૦ લાખ ફરી જમીન લેવલ અને પાઇપ લાઇન માટે રૃ. ૧૪.૮૫ લાખની મળી કુલ રૃ. ૩૬,૩૫,૦૦૦ની લોન લીધી હતી. આ લોનની રકમ વાપરી નાંખી બેંકમાં લોનની ભરપાઇ કરી ન હતી.
 

(6:28 pm IST)