Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પાદરમાં રહસ્યમય સંજોગોમાં 13 વર્ષીય કિશોર ગૂમ થઇ જતા અરેરાટી

પાદરા:ના એક ગામે ઘર આંગણે રમતો ૧૩ વર્ષીય કિશોર રહસ્ય સંજોગોમાં ગૂમ થતાં વડુ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેના કારણે પરિવાર ચિંતાતુર બની ગયો છે. પાદરા તાલુકાનાં એક ગામના માસરુ ફળિયામાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપર વાઈઝર તરીકે ફરજ બજાવતાં શખ્સનો ૧૩ વર્ષીય પુત્ર ધોરણ-૭માં હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે. તા.૧૪મીના રોજ હાઈસ્કુલમાં રજા હોવાથી બપોરે ઘરે જમીને ત્યારબાદ નજીકનાં વાડામાં રમવા ગયો હતો. જ્યાંથી ઘરે પરત નહિ ફરતાં ગૂમ થયેલા પિતા અને ગામના આગેવાનો તેમજ સગા સંબંધીઓએ શોધખોળ આરંભી હતી. તેમજ બહારગામ રહેતી સગાસંબંધીઓએ શોધખોળ આરંભી હતી. તેમજ બહાર ગામ રહેતી સગાસંબંધીઓને પણ પૂછપરછ કરી હતી. અનેક સ્થળોએ અને સંબંધીઓને ત્યાં પણ શોધખોળ કરવા છતાંય બાળકનો કોઈ પત્તો નહી મળતાં વડુ પોલીસને જાણ કરી હતી. ચિંતાતુર પરિવાર અને ગ્રામજનો અનેક શોધખોળ કરી રહ્યાં છે.

(6:28 pm IST)