Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અ'વાદના દસ્ક્રોઈ નજીક ગોડાઉનમાંથી પોલીસે 35 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. અમદાવાદમાં દસ્ક્રોઈના બાકરોલ સર્કલ પાસે આવેલા ગોડાઉનમાંથી રૂપિયા 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.
આ ગોડાઉન કેમિકલનું હોવાનુ જાણવા મળ્યુ છે. ગોડાઉનમાંથી વિદેશી દારૂની 12434 બોટલ, ચાર વાહનો સાથે ત્રણ શખ્સની અમદાવાદ આરઆરસેલે ધરપકડ કરી છે.

(6:27 pm IST)