Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

તાજપુરની બેંકમાં લૂંટ ચલાવવા આવેલ શખ્સને ગ્રામજનોએ રંગે હાથે ઝડપ્યો

તલોદ:તાલુકાના તાજપુર કેમ્પ ગામ ખાતેની દેના બેન્કમાં ચોરી કરવા ઘુસેલા શખ્સને ગ્રામજનો ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. પાંચ તાળાં તોડી બેન્કની સુધી આ ઇસમ પાસેથી હેન્ડ ગ્રાઈન્ડર કટર, હથોડી, છીણી તથા અન્ય સાધનો પણ મળી આવ્યા હતા.
અમદાવાદ- મોડાસા રાજ્ય ઘોરીમાર્ગ ઉપરના તલોદ તાલુકાના તાજપુર કેમ્પમાં આવેલ દેના બેન્કની શાખામાં ફરી એક વાર ઘરફોડીયા તસ્કરે બેન્કની તિજોરીમાંથી લાખોની મતા ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે. તાજપુરની આ દેના બેન્કમાં ગત રોજ મધ્યરાત્રી બાદ એક વાગ્યાના સુમારે કંઈક તૂટતુ હોવાનો અવાજ કેટલાક ગ્રામજનોએ સાંભળ્યો હતો. જેઓએ ગામમાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા છત્રસિંહ રાઠોડના ઘેર દોડી પહોંચી બેન્કમાંથી અવાજ આવતો હોવાની જાણ કરી હતી. જે આધારે છત્રસિંહ અને ગ્રામજનોએ બેન્ક ખાતે ઘસી ગયા હતા.
જયાં બેન્કના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલું જોવા મળ્યું હતું. જેથી છત્રસિંહએ તલોદ પોલીસ દોડી આવી હતી અને બેન્કનો દરવાજો ખોલી નાખી જોતાં વિનુભાઈ જગાભાઈ રાવળ હાથમાં કટર હેન્ડ ગ્રાઈન્ડર લઈને ઉભેલ જણાયો હતો. બેન્કની બહાર ચોતરફ ગ્રામજનોના ટોળાં ગોઠવાઈ ગયા હતા અને પોલીસ વિનુરાવળને ઝડપી લેવા ત્રાટકી હતી. જેની પોલીસે તાળા- નકુચા અને લોખંડની તિજોરીના દરવાજા તોડવા- કાપવાના સાધનો સાથે જ ઘરપકડ કરી લીધી હતી.

(6:27 pm IST)