Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાના આરોપમાં ઉંટવાના પૂર્વ સરપંચને બે વર્ષની કેદ

કડી: તાલુકાના ઉંટવા ગામના પૂર્વ સરપંચને પરિણીતાને માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારવાના કેસમાં બે વર્ષ કેદ અને રૃા. બે હજાર દંડની સજાનો કડી કોર્ટે હુકમ કર્યો છે.
કડીના નાની કડીના સુશીલાબેન કાળુજી ઠાકોરના લગ્ન ઉંટવાના મનુજી લક્ષ્મણજી ઠાકોર સાથે થયા હતા. વર્ષ ૨૦૧૫ માં આરોપી મનુજી લક્ષ્મણજી ઠાકોરના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ તેણી સાથે ભાગી જવા મામલે પરિણીતા સુશીલાબેન ઠાકોરે પતિ મનુજી ઠાકોરને તે સમયે ઠપકો આપતા આરોપી દ્વારા માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારાતા આરોપી સહિત અન્ય આરોપીઓ સામે એપ્રિલ ૨૦૧૫માં કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ કડી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કલ્પેશ યોગીની  દલીલો અને પુરાવા આધારે કડી કોર્ટમાં જજ સી.પી. ચારણએ આરોપી પૂર્વ સરપંચ મનુજી લક્ષ્મણજી ઠાકોરને તકસીરવાન ઠરાવી શુક્રવારે આરોપીને બે વર્ષ કેદ અને રૃા.  બે હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો.

(6:26 pm IST)