Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બી.બી. સ્વેન દિલ્હી જાય છેઃ અઠવાડિયામાં જાહેરાત

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પદે મુરલીક્રિષ્ના

રાજકોટ, તા. ૧૭ :. ગુજરાતના ચીફ ઈલેકટ્રોલ ઓફિસર શ્રી બી.બી. સ્વેન દિલ્હી જઈ રહ્યા હોવાથી તેમના સ્થાને ગુજરાતમાં શ્રી મુરલીક્રિષ્નાની પસંદગી થયાનુ અને અઠવાડીયામાં જ તેની સત્તાવાર જાહેરાત થનાર હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાંથી ચાર - પાંચ સનદી અધિકારીઓના નામ સૂચવાયેલ. જેમાથી મુરલીક્રિષ્નાને કેન્દ્રીય ચૂંટણી પંચે પસંદ કર્યાનું જાણ વા મળે છે.

મૂળ આંધ્રપ્રદેશના વતની શ્રી મુરલીક્રિષ્ના ૧૯૯૮ની બેચના સચિવ કક્ષાના આઈએએસ કેડરના અધિકારી છે. તેઓ ખેડા અને ભરૂચ કલેકટર સહિત વિવિધ સ્થાનો પર કામગીરી કરી રહ્યા છે. હાલ પશુપાલન વિભાગમાં સચિવ તરીકે કાર્યરત છે. અગાઉ ચૂંટણી પંચમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કામગીરી કરેલ હોવાથી ચૂંટણીલક્ષી કામગીરીથી વાકેફ છે.

(4:13 pm IST)