Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એસ્સારના સ્ટીલ રોલ ભરેલ ટ્રેલરનું ટાયર ફાટતા બેકાબુ

એલપીજી ભરેલા ટ્રકે રોલિંગની ટક્કરથી બચવા તીવ્ર વણાંક લેતા ટ્રેલર સાથે અથડાયો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એસ્સારના સ્ટીલ રોલ ભરેલા ટ્રેલરનું ટાયર ફાટવાના કારણે ટ્રક બેકાબૂ બન્યો હતો આ ટ્રેલર ગાંધીધામ જતું હતું.આ ટ્રેલરમાં અનેક ટનનું વજન ધરાવતાં સ્ટીલના જાયન્ટ ગોળ રોલ લોડ કર્યાં હતાં. જે રસ્તા પર આવી ગયાં હતાં. આથી સમગ્ર રસ્તો બ્લોક થઈ ગયો હતો.આ ટ્રકની પાછળ અત્યંત ઝડપથી આવતાં એલપીજી ભરેલાં અન્ય ટ્રકે રસ્તા પર આવેલા રોલિંગની ટક્કરથી બચવા માટે તીવ્ર વળાંક લીધો હતો. જેને લીધે તેની ટક્કર ટ્રેલર સાથે થઈ હતી.
   આ ઘટના અમદાવાદથી 22 કિલોમીટર દૂર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બની હતી. જોકે, ટ્રકમાં એલપીજી ભરેલાં હોવા છતાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી અને મોટી જાનહાની ટળી હતી.

  આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઈમર્જન્સી સર્વિસીસ (AFES) ઘટનાસ્થળે જવા રવાનાં થઈ હતી. આ પછી ફાયર અને ઈમર્જન્સી ટુકડીએ સ્ટીલ રોલ અને રસ્તા પર ઢોળાયેલું ઓઈલ ક્લિયર કરીને અન્ય વાહનો માટે રસ્તો ખુલ્લો કર્યો હતો.

(12:27 pm IST)