Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગુજરાત યુનિ,ની સેનેટ ચૂંટણી સ્થગિત કરતા NSUI અને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન જીએલએસ કોલેજમાં હોબાળો મચાવ્યા બાદ એનએસયુઆઇના કાર્યકર્તાઓએ યુનિમાં હુરિયો બોલાવ્યો ; એબીવીપી દ્વારા નારાબાજી

 

અમદાવાદ ;ગુજરાત યુનિવર્સીટીની સેનેટ ચૂંટણી સ્થગિત કરવાના વિરોધમાં બંને મુખ્ય વિધ્યાર્થી સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો છે જીએલએસ કોલેજમાં હોબાળો કર્યાં બાદ NSUI નેતાઓ અને કાર્યકરો યુનિવર્સીટી પહોંચ્યા અને ત્યાં પણ પોતાના શર્ટ ઉતારી યુનિવર્સીટી અને વાઈસ ચાન્સેલરના નામનો હુરિયો બોલાવ્યો.હતો જયારે એબીવીપીના નેતાઓએ પણ યુનિવર્સીટીમાં ચૂંટણી સ્થગિત કરવાના મુદ્દે દેખાવો કર્યા હતા .

 યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રહેતા હવે એનએસયુઆઇ અને એબીવીપી આમને સામને આવી ગયા છે. યુનિવર્સિટી ટાવરના બન્ને ગેટ ઉપર એક તરફ એનએસયુઆઇ નારેબાજી કરી રહ્યુ હતું. એબીવીપીની નારેબાજી ચાલી રહી હતી.પ્રદર્શન દરમિયાન એનએસયુઆઇના કાર્યકરોની પોલીસ સાથે બોલાચાલી પણ થઇહતી એબીવીપીએ પણ વીસી વિરુદ્ધ સુત્રોચાર કર્યાં હતાં.

બીજી તરફ વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ વિદ્યાર્થી નેતાઓ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સીટીના અધિકારીઓને ધમકી આપતા હોવાનો આરોપ મૂક્યો. તો સાથે જ તેમના પત્ની મયુરી પંડ્યા સામે એનએસયુઆઇના વિરોધને પણ અયોગ્ય ગણાવ્યો હતો  એનએસયુઆઇ, એબીવીપી કે પછી યુનિવર્સિટી સત્તાધીશો આ ત્રણેય જણા એક બીજાને દોષિત ઠેરવી રહ્યા છે ત્યારે કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાયેલી ચૂંટણી હવે ક્યારે થાય છે તેની પર સૌની નજર છે.

(9:33 am IST)