Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બનાસકાંઠાના સુઇગામના બેણપમાં વિદ્યાર્થી સાવરણો ન લાવતા શિક્ષકે રૂમમા પુરીને માર માર્યો

બનાસકાંઠાઃ બનાસકાંઠાના સૂઇગામના બેણપ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગશિક્ષક નીલાભાઇ રાણાએ સાવરણો લાવવાનું કહ્યું હતું. વિદ્યાર્થીએ સાવરણો ન લાવવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલા શિક્ષકે  રૂમમાં પૂરી સોટીથી ઢોર માર માર્યો હતો. વર્ગશિક્ષકના ઢોર મારથી વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સૂઇગામ સરકારી દવાખાનામાં સારવાર અપાઈ રહી છે. આ માટે વિદ્યાર્થીના માતા-પિતાએ કોઈ પોલીસ-ફરિયાદ નોંધાવી નથી.

(8:41 pm IST)