Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાયદાને ઘોળીને પી જતા બુટલેગરો... બનાસકાંઠાના લવારા પાસેથી ૩૪૦ પેટી દારૂ સાથે ડમ્‍પરચાલક પકડાયોઃ રાજસ્‍થાનથી લઇને આવતો હતો

બનાસકાંઠાઃ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ અવારનવાર વિવિધ સ્‍થળોઅેથી દારૂની ગેરકાયદે હેરાફેરી પકડાતી રહે છે. ત્‍યારે બુટલેગરો જાણે કાયદાને ઘોળીને પી ગયા હોય તેમ બનાસકાંઠા પંથકમાં પણ ૩૪૦ પેટી સાથે ડમ્‍પરચાલક પોલીસની ઝપટમાં આવી ગયો છે.

પોલીસે ડમ્પરમાંથી 340 પેટી વિદેશી દારૂ અને 1 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને ડમ્પર મળીને કુલ 31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે બુટલેગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂ બંધીનો કડક અમલ હોવા છતાં દારૂ ભરેલી આખી ટ્રક છેક રાજસ્‍થાનથી રાજ્યની બોર્ડર ક્રોસ કરીને કેવી રીતે ઘુસી શકે ? તે તપાસનો વિષય છે.

(5:05 pm IST)