Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વાહ... સુરતની ગર્લ્સ પોલીટેકનીકની છાત્રાઓઅે વિકસાવેલ ટુ ઇન વન ટોકિંગ ગ્લોઝથી દિવ્યાંગો માટે બનશે સંવાદનો સીધો-સરળ રસ્તો

સુરતઃ અહીંની ગર્લ્સ પોલીટેકનીકની છાત્રાઓઅે ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટુ ઇન વન ટોકિંગ ગ્લોઝ વિકસાવતા દિવ્યાંગોને અન્ય વ્‍યકિતઓ સાથે સંવાદ કરવાનો સીધો અને સરળ રસ્‍તો પ્રાપ્ત થશે.

આ ગ્લોઝના કારણે સાંકેતિક ભાષામાં હાથની મુવમેન્ટ કરવાથી મોબાઇલ ફોનમાં સીધો ટેકસ મેસેજ અને વોઇસ મેસેજ મોકલશે. 

આજે સામાન્ય વ્યકિત મોબાઇલ ફોનનો પળેપળે ઉપયોગ કરતો થઇ ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે મોબાઇલ વગર માણસને ચાલતું નથી. તો બીજી બાજુ જેઓ સાંભળી શકતા નથી કે બોલી શકતા પણ નથી તેઓ પણ સરળતાથી મોબાઇલનો ઉપયોગ કરી શકે તે માટે સુરતની ગર્લ્સ પોલીટેકનીકની વિદ્યાર્થીનીઓએ  ટુ ઇન વન ટોકિંગ ગ્લોઝ બનાવ્યા છે. આ ગ્લોઝની સાથે એક એપ્લીકેશન પણ બનાવી છે. 

આ ગ્લોઝની ખાસિયત એ છે કે, તેની સાથે એક સરકીટ જોઇન્ટ કરીને ડિસ્પ્લે મુકી છે. અને આંગણીઓ સાથે સેન્સર એટેચ કરવામાં આવ્યું છે. તેની સરકીટ માઇક્રો કન્ટ્રોલરથી સીધી સોફટવેર સાથે કનેકટ કરી દેવાયું છે. આ ટોકિંગ ગ્લોઝ બનાવનાર ગોપી ગોટી, ખુશાલી જીવાણી અને ધુ્રમી કંસારાએ જણાવ્યું કે, મુકબધિરો માટે એક સાંકેતિક ભાષાનો ઉપયોગ થાય છે, જે ભાષાને આ ગ્લોઝમાં ફીટ કરી દેવાઇ છે. ઉદાહરણ તરીકે હાય લખવુ હોય તો મુકબધિર માટે આંગણાની વિવિધ મુવમેન્ટ કરવાથી હાય લખાય છે. જેમ જેમ ટોકિગ ગ્લોઝથી હાથની મુવમેન્ટ કરવામાં આવતી જશે તેમ તેમ હાય લખાઇને સીધુ મોબાઇલ એપ્લીકેશમાં મેસેજ ચાલ્યો જશે. મોબાઇલ ફોનમાં માત્ર ટેકસ મેસેજ જ નહીં વોઇસ   મેસેજથી પણ હાય સંભળાશે. 

વિદ્યાર્થીનીઓએ આ પ્રોજેક્ટ કૃણાલ ગોસ્વામી અને શેફાલીના માગર્દશન હેઠળ તૈયાર કર્યો છે. તેમના કહેવા મુજબ આ ટોકિગ ગ્લોઝના પગલે જે લોકો બોલી શકતા નથી તેમના માટે કોમ્યુનિકેશન વઘારે સરળ બની જશે.

(5:03 pm IST)