Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવનાર 3 આરોપીઓને પાસામાં ધકેલતી નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ. એમ.પટલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.એ વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરનાર વિરૂધ્ધ આમલેથા પો.સ્ટે.વિસ્તારમાં બે પ્રોહી.ના ગુના દાખલ થયા હતા,તેની પ્રવૃતી ડામવા આમલેથા પો.સ્ટે.પાસા કેસ નં. ૦૧/૨૦૨૧ ના કામે રાકેશ ઉર્ફે રાકો મનુભાઇ માછી( રહે.ઓરી તા.નાંદોદ )વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત કરવામાં આવેલ જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મંજુર થતાં એલ.સી.બી દ્વારા તેને પાસાના કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

તેમજ આર.એ.જાધવ,પો.ઇન્સ.રાજપીપળા એ રાજપીપલા પો.સ્ટે.પાસા કેસ નં.૦૨ / ર ૦૧૧ ના કામે સામાવાળા પ્રતિકભાઇ મહેશભાઇ પટેલ હાલ (રહે.નેત્રંગ જીનબજાર જી.ભરૂચ મુળ રહે.ગવાડા પટેલ ફળીયુ તા. વિજાપુર જી.મહેસાણા )ના વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેરના ગુના રજીસ્ટર થયેલ જે ગુના માટે પો.ઇન્સ.રાજપીપળા એ પાસા દરખાસ્ત કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા જીલ્લા તેમના દ્વારા પાસા મંજુર થતાં સામાવાળાને રાજપીપળા પોલીસ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
તેમજ એમ.બી.વસાવા પો.સ.ઇ. તિલકવાડા એ તિલકવાડા પો.સ્ટે.પાસા કેસ નં.૦૧/૨૦૨૧ ના કામે મીના બેન જગદીશભાઇ તડવી( રહે.દેવલીયા તા.તિલકવાડા જી.નર્મદા )ના વિરૂધ્ધ તિલકવાડા પો.સ્ટે.માં જુગારધારા નો ગુનો રજીસ્ટર થયેલ જે ગુના માં પો.સ.ઇ.તિલકવાડા એ પાસા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા જીલ્લા મેજી.એ પાસા મંજુર કરતા તિલકવાડા પોલીસ દ્વારા તેને વડોદરા મધ્યસ સુરત ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

(12:08 am IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,573 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,37,106 થઇ :એક્ટિવ કેસ 1,33,702 થયા: વધુ 11,794 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06, 42, 903 થયા :વધુ 99 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,949 થયા access_time 1:02 am IST

  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST

  • ફાસ્ટેગનું અભૂતપૂર્વ વેચાણ : એક જ દિ'માં ૨.૫ લાખ 'ફાસ્ટેગ' ગઈકાલે વેચાયા : અમલના પ્રથમ દિવસે જ ૮૭.૧૬ કરોડ રૂ.નો ટોલ વસૂલાયો : ફાસ્ટટેગ દ્વારા ટોલ કલેકશન ૮૭% એ પહોંચ્યુ : ૮૫% વાહનો ફાસ્ટટેગ દ્વારા ટોલ ચૂકવી રહ્યા છે : ગઈકાલે પ્રથમ દિવસે જ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (એન.એચ.ઓ.આઈ.)એ તેના ૬૩૦ નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ઉપર (ફાસ્ટટેગ દ્વારા) ૧૦૦% કેસલેસ ફી વસૂલ કરી access_time 4:19 pm IST