Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વિદેશથી આવેલી યુવતીએ વહીવટી તંત્રને દોડતું કર્યું

રજૂઆતનો નિકાલ ન આવતા ફેસબૂકનો સહારો લીધો : રજૂઆતોનું નિરાકરણ ના મળતા આખરે યુવતીએ કચેરીના બીજા માળેથી ફેસબૂક લાઈવ કરીને પોતાની ફરિયાદ કરી

ગાંધીનગર,તા.૧૭ : સામાન્ય રીતે સરકારી કામ એક ધક્કામાં થઈ જતા હોય તેવું ભાગ્યે બનતું હોય છે. આવામાં વારંવાર ધક્કા ખાધા પછી પણ પોતાનું કામ પૂરું ના થવાના કારણે ઘણી વખત અજદારો અકળાઈ જવાના બનાવ બને છે. આવો એક કિસ્સો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બન્યો છે જેમાં વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલી યુવતીએ આખરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ફરિયાદ કરતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. અરજદારને વારંવાર ધક્કા ખવડાવવાની માનસિકતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ભારે પડી છે. વારંવાર આધાર કાર્ડ માટે ધક્કા ખાધા પછી યુવતીએ કચેરીમાંથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તંત્રને દોડતું થયું હતું.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે મળેલી વિગતો મુજબ મંગળવારે બપોરે બે વાગ્યાના સમયે કોર્પોરેશનની ઓફિસ પહોંચેલી વિદેશથી પરત આવેલી યુવતીને અનેક રજૂઆતો છતાં પોતાનું કામ થતું ના હોવાથી તેણે સોશિયલ મીડિયા પર પોતાની રજૂઆત કરવાનો નિર્ણય કર્યો. યુવતી ત્રણ દિવસથી આધાર કાર્ડમાં પોતાની અટકમાં સુધારો કરવા માટે ધક્કા ખાઈ રહ્યી હતી. જોકે પોતાની રજૂઆતોનું નિરાકરણ ના મળતા આખરે યુવતીએકચેરીના બીજા માળેથી ફેસબૂક લાઈવ કરીને પોતાની ફરિયાદ કરી હતી.

પોતાના આધાર કાર્ડમાં નામ સુધરાવવા ઈચ્છતી યુવતી પાસે લીવિંગ સર્ટિફિકેટ સિવાય અન્ય કોઈ પુરાવો નહોતો અને તેણે પોતાની રજૂઆત અધિકારીઓને કર્યા પછી પણ કોઈ ઉકેલ ના દેખાતા આખરે યુવતીએ ફેસબૂક લાઈવનો ઉપયોગ કરીને પોતાની સમસ્યાની અહીં રજૂઆત કરી હતી. મોર્ડન દેખાતી અને ફાંકડું અંગ્રેજી બોલતી યુવતી સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ કરવા પહોંચી જતા અધિકારીઓ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અને મહિલાને કચેરીની શાખ બચાવવા માટે સમજાવવાની કોશિશો શરુ કરવામાં આવી હતી. પછી મહિલાએ પોતાની રજૂઆત કરી હતી.

(7:36 pm IST)
  • દેશમાં કોરોના ધીમો પડ્યો :મૃત્યુઆંક 1.56 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,418 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,49,546 થઇ :એક્ટિવ કેસ 1,34,244 થયા: વધુ 11,750 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,54,706 થયા :વધુ 89 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,038 થયા access_time 1:02 am IST

  • વડાપ્રધાનનું નાસ્કોનને સંબોધન : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે નાસકોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમને સંબોધન કરી રહ્યા છે. access_time 2:53 pm IST

  • હવે પછીના બે દિવસ તાપમાનમાં થોડો વધારો થશે: દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદની સંભાવના : આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારાની હવામાન વિભાગ તરફથી આગાહી થઈ છે. જ્યારે ગુરુવાર ૧૮ તારીખે દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. access_time 12:58 am IST