Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સુરતના રિંગરોડ નજીક મુલચંદ માર્કેટના વેપારી પાસેથી અગાઉ 17.52 લાખની સાડી ખરીદી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત મુલચંદ માર્કેટના વેપારી પાસેથી બે વર્ષ અગાઉ રૂ.17.52 લાખની સાડી ખરીદી ત્રિપુરાના બે વેપારીએ પેમેન્ટ ચુકવવાને બદલે ધમકી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડુમસ રોડ રૂંઢગામ મેપલ લિફ ખાતે રહેતા મૂળ હરિયાણાના 40 વર્ષીય દિપકભાઈ બજરંગલાલ સિંધલ રીંગરોડ સ્થિત મુલચંદ માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે. દિપકભાઈ પાસેથી ગત જાન્યુઆરી 2018 માં ત્રિપુરા અગરતલા સેટરલ રોડ ખાતે આર.કે. ટેક્ષટાઈલના નામે ધંધો કરતા રૂપકકુમાર સાહા અને પ્રેમકુમાર શર્માએ કુલ રૂ.17,52,314 ની મત્તાની સાડી ખરીદી હતી

બંનેએ સાડીનો જથ્થો અન્ય વેપારીઓને વેચી પેમેન્ટની ઉઘરાણી પણ કરી લીધી હતી, પરંતુ દિપકભાઈને પેમેન્ટ ચુકવ્યું નહોતું. દિપકભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરતા બંનેએ ગાળગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આખરે તેમણે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

(5:36 pm IST)
  • વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠક નહીં મળે પાટીલનો લલકાર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે વડોદરા ખાતે ધડાકો કરતા કહ્યું છે કે વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠકો નહીં મળે. રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યુ છે તે જનતા સહન નહિ કરે. access_time 12:45 am IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :મૃત્યુઆંક 1.56 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,418 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,49,546 થઇ :એક્ટિવ કેસ 1,34,244 થયા: વધુ 11,750 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,54,706 થયા :વધુ 89 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,038 થયા access_time 1:02 am IST

  • ફ્રાન્સના સંસદના નીચલા ગૃહમાં મંગળવારે કટ્ટરવાદીઓ અને 'ઇસ્લામિક કટ્ટરવાદ' સામે લડવાના કાયદાને મંજૂરી આપવામાં આવી છે : આ કાયદા થકી સરકાર ફ્રાંસની બિનસાંપ્રદાયિક પરંપરાઓને નબળી પાડવાનો પ્રયાસ કરનાર ધાર્મિક જૂથો પર લગામ કસસે access_time 12:21 am IST