Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વડોદરા:કારેલીબાગ વિસ્તારમાં બાઈક પર આવેલ ત્રણ શખ્સો વિદ્યાર્થીને આતંરી બે ચેન લૂંટી ફરાર થઇ જતા ગુનો દાખલ

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગઇરાતે વાહનોની અવરજવર વચ્ચે બાઇક પર ત્રણ સવારી આવેલા અછોડાતોડોએ એક વિદ્યાર્થીને આંતરી બે ચેન લૂંટી લીધી હતી.

બાજવાડામાં રહેતો અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો શિવાંગ પુરાણી ગઇરાતે તેના મિત્રોને મળવા ફતેગંજ ગયો હતો.કર્ફ્યુનો અમલ થાય તે પહેલાં તે રાતે સવાદસેક વાગે તે સ્કૂટર પર પરત ફરી રહ્યો હતો.

વિદ્યાર્થી કારેલીબાગ શિવાલય ચાર રસ્તા થી સ્વિમિંગ પુલ વાળા રસ્તે પસાર થતો હતો ત્યારે બાઇક પર આવેલા ત્રણ જણાએ તેને આંતર્યો હતો અને વચ્ચે  બેઠેલાએ શિવાંગના ગળામાંથી દોઢ તોલાની બે ચેન લૂંટી લીધી હતી.

લૂંટારાએ શિવાંગને ધક્કો મારી દેતાં તે પડી ગયો હતો અને ઉભો થાય ત્યાં સુધી ત્રણેય લૂંટારા હીરાવંતી ચેમ્બર તરફ ભાગી છૂટયા હતા.કારેલીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તપાસતાં બાઇક સવાર ત્રણેય અછોડાતોડો કેમેરામાં કેદ થયા હોઇ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:35 pm IST)
  • વડાપ્રધાનનું નાસ્કોનને સંબોધન : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે નાસકોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમને સંબોધન કરી રહ્યા છે. access_time 2:53 pm IST

  • ફાસ્ટેગનું અભૂતપૂર્વ વેચાણ : એક જ દિ'માં ૨.૫ લાખ 'ફાસ્ટેગ' ગઈકાલે વેચાયા : અમલના પ્રથમ દિવસે જ ૮૭.૧૬ કરોડ રૂ.નો ટોલ વસૂલાયો : ફાસ્ટટેગ દ્વારા ટોલ કલેકશન ૮૭% એ પહોંચ્યુ : ૮૫% વાહનો ફાસ્ટટેગ દ્વારા ટોલ ચૂકવી રહ્યા છે : ગઈકાલે પ્રથમ દિવસે જ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (એન.એચ.ઓ.આઈ.)એ તેના ૬૩૦ નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ઉપર (ફાસ્ટટેગ દ્વારા) ૧૦૦% કેસલેસ ફી વસૂલ કરી access_time 4:19 pm IST

  • વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠક નહીં મળે પાટીલનો લલકાર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે વડોદરા ખાતે ધડાકો કરતા કહ્યું છે કે વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠકો નહીં મળે. રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યુ છે તે જનતા સહન નહિ કરે. access_time 12:45 am IST