Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

૬ મહાનગરોમાં ૧૧૧ર૧ પૈકી ૪૬૭ મતદાન મથકો અતિ સંવેદનશીલ

અમદાવાદમાં કુલ ૪પ૩૬માંથી ૩૯૩ અને રાજકોટમાં કુલ ૯૮૧ પૈકી ર૯૭ મતદાન મથકો સંવેદનશીલ : વિશેષ બંદોબસ્ત મુકાશે

રાજકોટ, તા.૧૭ :  રાજય ચૂંટણી પંચ દ્વારા ૬ મહાનગરોની ચૂંટણી સંદર્ભે ગઇકાલે સંબંધિત કલેકટરો એસ.પી.ઓ.,મ્યુ. કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાયેલ. જેમાં ચૂૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદ અને સચિવ મહેશ જોષીએ માર્ગદર્શન આપેલ. પ્રચાર મતદાન અને મત ગણતરી વખતે કોવિડની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા સુચના અપાયેલ હતી.

રાજકોટમાં કુલ-૯૯૧ મતદાન મથકો છે. જેમાંથી ર૯૭ સંવેદનશીલ અને ૧૯ અતિ સંવેદનશીલ છે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મત મથકોમાં વધુ બંદોબસ્ત ગોઠવાશે.

અમદાવાદમાં કુલ ૪પ૩૬ મતદાન મથકો પૈકી ૩૯૩ સંવેદનશીલ અને ૩ર-અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. જામનગર ભાવનગર, સુરત, વડોદરા સહિત ૬ મહાનગરોમાં કુલ-૧૧૧ર૧ મતદાન મથકો છે.

 જેમાંથી ર૭પ૪ સંવેદનશીલ અને ૪૬૭- અતિસંવેદશીલ છે. જુનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં કુલ-૪૦ પૈકી ર-સંવેદનશીલ અને ૧પ-અતિસંવેદનશીલ મત મથકો છે.

(4:22 pm IST)