Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર રખાશે નજર :નોડલ કરશે કાર્યવાહી

ચુંટણી તંત્ર હવે ડિઝીટલ પ્રચાર અને ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ બાજ નજર રાખશે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો ગરમાવો વ્યાપવા લાગ્યો છે, હવે પ્રચારનો ધમધમાટ ચુંટણી સુધી ધમધમવા લાગશે. જોકે હવે ડીઝીટલ પ્રચારની બોલબાલા પણ એટલી જ વધવા લાગી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ હવે ડિઝીટલ પ્રચાર તરફ ઝોક વધારવા લાગ્યા છે. જેને લઇને હવે દરેક મોરચે ચુંટણીમાં બાજ નજર રાખતુ ચુંટણી તંત્ર હવે ડિઝીટલ પ્રચાર અને ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ બાજ નજર રાખશે. આ માટે સાબરકાંઠા SP રાજ્યમાં નજર રાખશે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ઉમેદવારોની યાદીનુ ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યુ છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પુર્ણ થઇ જતા ઉમેદવારો પણ હવે પ્રચાર કાર્યમાં લાગી ચુક્યા છે. રાજકીય પક્ષો પણ હવે પ્રચારના ધમધમાટમા વ્યસ્ત બની ચુક્યા છે. તો વળી હવે ડોર ટુ ડોર અને સભાઓ દ્રારા પ્રચાર કરવાની સાથે સાથે હવે સમય બદલાતા પ્રચારના પ્રકાર પણ બદલાવા લાગ્યા છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો ડિઝીટલ પ્રચાર પણ વળ્યા છે. આમ હવે ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ ચુંટણી પંચે છેલ્લા કેટલાક વર્ષ થી યોજાતી ચુંટણીઓમાં નજર દાખવવી પડી રહી છે. પરંતુ લોકડાઉન બાદ થી ડિઝીટલ પ્લેટફોર્મનો વપરાશ ખૂબ વધ્યો છે.

લોકોમાં ઇન્ટરનેટની આદત પણ વધી ચુકી છે. આ દરમ્યાન હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવતા વરચ્યુઅલ પ્રચાર જેવા શબ્દો પણ લોકવપરાશમાં આવવા લાગ્યા છે. આમ હવે ચુંટણી તંત્ર માટે પ્રચાર પર બાજ નજર રાખી આદર્શ આચાર સંહિતતા નુ પાલન કરવા સાથે ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ નજર રાખવી પડશે. ચુંટણી તંત્ર હવે સોશિયલ મિડીયા પણ પણ આવી જ રીતે નજર દાખવશે સાથે જ બલ્ક એસએમએસ પર પણ નજર રાખશે. આ માટે રાજ્યના ચુંટણી તંત્ર દ્રારા નોડલ તરીકે સાબરકાંઠા એસપી નિરજ બડગુર્જરની નિમણુંક કરી છે.

(11:41 am IST)