Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ડુમખલ ગામમાં જમીન બાબતેના ઝગડામાં માર મારી ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામમાં જમીન પચાવી પાડી હોવાનું જણાવી માર મારી ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દરીયાભાઈ માયરાભાઈ વસાવા (રહે.ડુમખલ )એ આપેલી ફરિયાદ મુજબ ગામમાં રહેતા રામજીભાઇ કાળીયાભાઇ વસાવાએ તેમને કહ્યું કે તે કેમ અમારી જમીન પડાવી લીધી છે તેમ કહી ગમે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડીના સપાટા મારી ઇજા કરી હોય ડેડીયાપાડા પોલીસે રામજી વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:22 am IST)