Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજપીપળા RTO કચેરી ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતેની આરટીઓ કચેરી ખાતે ૩૨મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ ની ઉજવણી અંતર્ગત ટ્રાફિક શાખા નર્મદા તથા ARTO રાજપીપળા દ્વારા ARTO કચેરી રાજપીપળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનર ને  ટ્રાફીક જાગૃતિના સુત્રો લખેલ ટી શર્ટનું તથા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. તથા પેટ્રોલિંગ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફીક જાગૃતિ ના સુત્રો લખેલ ટી શર્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

(12:24 am IST)