Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગાંધીનગરની નિયામક સરકારી મુદ્રણ લેખન વિભાગમાં પ્રીન્‍ટીંગ મશીન ખરીદવામાં મોટો વહીવટ –ગોલમાલ થયાનું બહાર આવતા ચકચાર

પ્રિન્‍ટીંગ મશીન મુળ કિંમત કરતા ડબલથી વધુ ભાવે ખરીદયાનું ખુલ્‍યું

ગાંધીનગર : નિયામક સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી વિભાગનું કરોડોનું કૌભાંડ સામે આવ્યું. કોમોરી નામનું પ્રિન્ટિંગ મશીન ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. પ્રિન્ટિંગ મશીનની બજાર કિંમત 2 કરોડ 80 લાખ રૂપિયા છે. ત્યારે જવાબદાર અધિકારીઓએ આ મશીન 5 કરોડ 50 લાખમાં ખરીદ્યું હોવાનું ખુલ્યું છે. સમગ્ર કૌભાંડ અંગે વિભાગના સચિવને લેખિતમાં જાણ કરવામાં આવી છે. એક જ આઈપી એડ્રેસથી ટેન્ડર ભરવામાં આવ્યું હતું. જયારે એક જ કંપનીએ બે અલગ અલગ ટેન્ડર ભરી કૌભાંડ આચારવાનું સામે આવ્યું છે.

(10:26 pm IST)