Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

GPSCની 23 ફેબ્રુઆરી, 8 અને 15 માર્ચની લેવાનાર પરીક્ષા મોકૂફ રાખવાનો જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નિર્ણંય : આગામી જાહેરાત સુધી પરીક્ષા મોકૂફ

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગે જાહેરાત કરી છે. GPSCની 23 ફેબ્રુઆરી, 8 અને 15 માર્ચની લેવામાં આવનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. GPSCની આગામી જાહેરાત સુધી આ પરીક્ષા મોકૂફ રહેશે. GPSCની 23 ફેબ્રુઆરીથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે

LRD ભરતી મુદ્દે ગાંધીનગર ખાતે મોટાપાયે અનામત આંદોલન ચાલ્યું હતું. બિન અનામત વર્ગ અને અનામત વર્ગ દ્વારા વિવિધ માંગણીઓના કરવામાં આવી હતી. ત્યારે 1-8-18ના પરિપત્રના વિરોધમાં ચાલી રહેલ આંદોલનને લઇને રાજ્ય સરકારે કોઇપણ ભરતી કરવાનું મોકુફ રાખ્યું છે. ત્યારે હવે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પણ મોકુફ રાખવામાં આવી છે.

GPSC વર્ગ 1ની પરીક્ષા હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2ની પરીક્ષા પણ મોકૂફ રખાઇ છે. મહત્વનું છે કે, 23 ફેબ્રુઆરી, 8 અને 15 માર્ચે આ બન્ને પરીક્ષાઓ યોજાવાની હતી. હવે મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખ ફરી વખત જાહેર કરવામાં આવશે.

(10:14 pm IST)