Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગરમીમાં વધારો : સુરત ખાતે મહત્તમ તાપમાન હવે ૩૬.૪

અમદાવાદમાં પણ મહત્તમ-લઘુત્તમ તાપમાન વધ્યું : અમદાવાદમાં દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ

અમદાવાદ, તા.૧૭ : અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં એકાએક જોરદાર વધારો થયો છે. આજે લઘુત્તમ તાપમાન ૧૯.૧ અને મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં હવે વધારો થઈ રહ્યો છે. પોરબંદરમાં મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર થતા હવે ઠંડીના પ્રમાણમાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમ્યાન પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ગુજરાતના સુરતમાં મહત્તમ તાપમાન આજે ૩૬.૪ સુધી પહોંચ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૭ :  અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ....................................................... ૩૪

ડિસા............................................................ ૩૫.૯

ગાંધીનગર................................................... ૩૩.૫

વીવીનગર.................................................... ૩૩.૬

વડોદરા........................................................ ૩૪.૨

સુરત........................................................... ૩૬.૪

અમરેલી....................................................... ૩૬.૨

રાજકોટ........................................................ ૩૫.૮

સુરેન્દ્રનગર................................................... ૩૪.૮

મહુવા.......................................................... ૩૫.૪

ભુજ............................................................. ૩૫.૮

નલિયા......................................................... ૩૫.૪

કંડલા એરપોર્ટ............................................... ૩૫.૨

કંડલા પોર્ટ.................................................... ૩૩.૨

 

(9:32 pm IST)