Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

નાંદોદના ટંકારી ગામની સગીરાનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ:ગામના યુવાન વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટંકારી ગામની ૧૪ વર્ષની સગીર બાળાને ગામનો જ યુવાન લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા તેની માતાએ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

       પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારી ગામમાં રહેતી ૧૪ વર્ષની સગીર બાળા ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીના રોજ તેના ઘરેથી કુદરતી હાજતે જવા નીકળેલ ત્યારે ગામનો જ સુરેશ કિરણભાઇ તડવી તેની પાછળ જઇ બાળા સાથે લગ્ન કરવાના ઇરાદે વાલીપણા માથી અપહરણ કરી ભગાડી લઇ જતા તેની માતાએ સુરેશ તડવી વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે અપહરણ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(8:27 pm IST)