Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

તિલકવાડા ના ઉતાવળી ગામના વોડાફોન કંપનીના ટાવરમાંથી ૪૮ હજારની ૨૪ નંગ બેટરીની ચોરી

હાઈવે રોડને અડીને આવેલા વોડાફો કંપનીના ટાવરની ઓરડીમાંથી અજાણ્યા ચોરોએ ચોરી કરી હોવાની ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડાના ઉતાવળી ગામમાં આવેલા વોડાફોન કંપનીના ટાવરમાંથી બેટરીઓની ચોરી થવા બાબતે ફરિયાદ થઈ છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર ઉતાવળી હાઈવે રોડની બાજુમા આવેલા વોડાફો કંપનીના ટાવરની ઓરડીમાંથી ગતરાત્રે કોઈ અજાણ્યા ચોરો ૨૪ નંગ બેટરી જેની કિંમત રૂ. ૪૮ હજાર થતી હોય તેની ચોરી કરી ફરાર થતા આ બાબતે કંપનીના કર્મચારી સંજય બહાદુર ગણેશભાઈ રાજપુતે
તિલકવાડા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:41 pm IST)