Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

નર્મદા SOG પોલીસે ચેતવણી વગરની સિગારેટ વેંચતા વેપારીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા અન્યોમાં ફફડાટ

નિયમ મુજબ તમાકુ,સિગારેટ જેવી બનાવટોના પેકીંગ પર કેન્સરની બિમારી દર્શાવતી ચેતવણી ની છાપ ન હોય તો એ ગેરકાયદેસર ગણાય

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લા SOG પોલીસે ચેતવણીની છાપ વગરની સિગારેટ વેંચતા વેપારી પર કાયદાનો કોયડો વીંઝતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
  નર્મદા SOG પોલીસ ગતરોજ રાજપીપળા રંગ અવધુત મંદિર પાસે વોચ માં હતી ત્યારે ઉમલલા ના વેપારી ગોપાલ વસંતલાલ સોની પાસે થી કાળા કલરની સિગારેટના શીલ બંધ ૫ પેકેટમાં ૧૦ ડબ્બી માં કુલ ૧૦૦૦ નંગ સીગારેટ જેની કિંમત રૂપિયા ૧૫૦૦ ની ચકાસણી કરતા તેના ઉપર કોઇ જગ્યાએ સહેલાઇથી દેખાય શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નીંગ કે કેન્સર ની બિમારી દર્શાવતી કોઇ છાપ કે છબી છાપેલ ન હતી તથા ચેતવણી દર્શાવેલ ન હોય તેવી સિગારેટનો ગેરકાયદેસર વેચાણ કરતા આ વેપારીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો.

(6:39 pm IST)