Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વાસદ શહેર પોલીસે સાંજના સુમારે ટોલનાકા નજીકથી 1.68 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

વાસદ: શહેર પોલીસે ગઈકાલે સાંજના સુમારે ટોલનાકા પાસે વોચ ગોઠવીને ૧.૬૮ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લઈને જતી એક કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જો કે એક શખ્સ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કુલ ૪.૭૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે વાસદ પોલીસને હકિકત મળી હતી કે, ઝાયલો કારમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરાથી બોરસદ તરફ લઈ જવામાં આવનાર છે. જેના આધારે પીએસઆઈ પી. જે. પરમાર અને સ્ટાફના જવાનો વાસદ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન એક ઝાયલો કાર નંબર જીજે-૦૨, એપી-૯૮૩૪ની આવી ચઢતાં તેને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે ગાડીને રીવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રાફિકની અંદર ફસાઈ જતાં ડ્રાયવરની સાઈડે બેઠેલો શખ્સ ઉતરીને કોતરોમાં ફરાર થઈ ગયો હતો.

(5:29 pm IST)