Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કપડવંજમાં મોટી વ્હોરવાડમાં દુકાન નજીક સમાન મુકવા બાબતે બે પિતરાઈ ભાઈઓ બાખડ્યા:સામસામે હુમલામાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કપડવંજ: શહેરમાં મોટી વ્હોરવાડમાં રહેતાં સબ્બીરઉદ્દીન સમસુદ્દીન મિસ્ત્રી મોડાસા રોડ પર આવેલ પાંજરાપોળની સામે રૂબી એન્જિનિયરીંગ નામની દુકાન ધરાવે છે. ગતરોજ મોડી સાંજના સમયે તેઓ દુકાનમાં હાજર હતાં. તે વખતે તેમની બાજુમાં દુકાન ધરાવતાં પિતરાઈ ભાઈ અમીનઉદ્દીન ઈમામમુદ્દીન લુહારે તેની ગાડીઓ રિપેરીંગની દુકાનનો સામાન સબ્બીરઉદ્દીનની દુકાન બાજુ મૂક્યો હતો.

જેને લઈ વેલ્ડીંગ કામ કરવામાં તકલીફ પડતી હોઈ સબ્બીરઉદ્દીને તેમની દુકાન પાસે પડેલો સામાન હટાવી લેવા માટે અમીનઉદ્દીનને જણાવ્યું હતું. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા અમીનુદ્દીન અને તેમનો પુત્ર એજાજે ભેગા મળી સબ્બીરઉદ્દીનને મારમારવા લાગ્યાં હતાં. આ વખતે સબ્બીરઉદ્દીને છોડાવવા વચ્ચે પડેલા તેમના પુત્ર રીયાજ અને તેમની દુકાનમાં કામ કરતાં કારીગર અબ્દુલગની લુહારને પણ માર મારી ઈજા પહોંચાડી હતી.

(5:27 pm IST)