Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મોડાસાના માલપુર નજીક પેટ્રોલપંપના કર્મચારી પર ડીઝલ પૂરવાની વાતને લઈને ઝઘડો કરી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા :શહેરના માલપુર રોડ ઉપર આવેલ સહયોગ ચોકડી ખાતે પેટ્રોલપંપ ઉપર શનિવારના રોજ ડીઝલ પુરવા બાબતે ઝઘડો થયો હતો.ડાલામાં આવેલ ઈસમે કહેલ કે ડીઝલ જલ્દી નાખી દે.તેવુ કહી કર્મચારી સાથે ગાળા ગાળી કરી ઉશ્કેરણીજનક શબ્દો બોલી ઝઘડો કર્યો હતો.તે દરમ્યાન અન્ય કર્મચારીઓ પણ ભેગા થઈ જતાં આવેલ શખ્શોએ ગળદાપાટુનો માર મારી એક કર્મચારીને ઈજા પહોંચાડી હતી.

જયારે અન્ય એક કર્મચારીને પંપ ઉપર થી ઉઠાવી અપહરણ કરવાની કોશીશ કરાતાં આસપાસથી લોકો દોડી આવતાં આવેલ ઈસમો ભાગી છુટયા હતા.આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:25 pm IST)