Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બાયડ તાલુકાના મોટા મુવાડા નજીક નિવૃત આચાર્યનું ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું:પત્નીનો આબાદ બચાવ

બાયડ :તાલુકાના મોટા મુવાડા-ડેમાઇના નિવૃત આચાર્યનું વાત્રક પાસે માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી.

અત્રે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ - મોટા મુવાડા-ડેમાઇના નિવૃત શિક્ષક ભવાનસિંહ મંગળસિંહ ઝાલા તેમજ તેમના પત્ની બાયડ ખાતે લગ્નપ્રસંગ હોઇ હાજરી આપી વાત્રક પાસેથી સરકારી આર્ટસ કોલેજ પાસેથી પોતાની બાઇક લઇને પસાર થતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. ભવાનસિંહ ઝાલાને ગંભીર ઈજા પહોંચી હતી. તેમની પાછળ બેઠેલા તેમના પત્ની મધુબેનને પણ ઈજા પહોંચી હતી. તેમને 108 મારફતે વાત્રક હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતાં.

(5:25 pm IST)