Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઇડર-હિંમતનગર હાઇવે પર કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં યુવકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો:કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

ઈડર:ઈડર-હિંમતનગર હાઇવે પર સીટિલાઇટ હોટલ પાસે રવિવારે બપોરે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઈડર-હિંમતનગર હાઇવે પર રવિવારે બપોરે એક પૂરઝડપે દોડતી ક્રેટા કારના ચાલકે કારને પૂરઝડપે તથા ગફલતભરી રીતે હંકારી રોડ પરથી પસાર થતી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને લઇ રીક્ષાનો ખુડદો બોલી ગયો હતો, તથા રીક્ષામાં સવાર અનિલ નટુભાઇ રાવળ નામના યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકનું અકસ્માત થયાની ગણતરીની પળોમાં જ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

(5:24 pm IST)