Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મહેસાણામાં હિન્દહિત રક્ષક સમિતી દ્વારા CAAના સમર્થનમાં જંગી રેલીઃ મુસ્લિમ સમુદાયના પરિવારો દ્વારા CAAનું સમર્થન

મહેસાણા: આજે હિન્દહીત રક્ષક સમિતિ ધ્વારા CAAના સમર્થનમાં જંગી રેલી કાઢી હતી. ગ્રામ્ય કક્ષાની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં મુસ્લિમ સમુદાયના પરિવારોએ પણ caa નું સમર્થન આજે કર્યું હતું અને ડૉ.બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરીને રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. મહેસાણામાં આજે હિન્દહીત રક્ષક સમિતિ ધ્વારા caaના સમર્થનમાં એક રેલીનું આયોજન જંગી રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું.

મહેસાણાના ONGC પાસે આવેલા પાલવાસણા સર્કલ પાસેથી આ રેલીની શરૂઆત કરીને caa નું સમર્થન સ્થાનિકોએ કર્યું હતું. 500 ફૂટના તિરંગા સહિત DJ ના તાલે રાષ્ટ્રીય જાગૃતિ માટે હિન્દહિત સમિતિ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાઇક ચાલક સહિત કારનો કાફલા ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે જોડાયો હતો. જય હિન્દ સહિત ભારત માતા કી જય ના નારા લાગ્યા હતા. મહેસાણાના જાહેર માર્ગો પર રેલીમાં મુસ્લિમ સમાજનો પરિવાર જોડાયો હતો. જેને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને caa નું સમર્થન કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું.

(4:16 pm IST)