Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગૌરક્ષક મયુર ઠક્કરનું રઘુવંશી એવોર્ડથી સન્માન

રાજકોટ : રઘુવંશી સેવા સમાજ ગુજરાત આયોજીત ૩૭માં સમૂહલગ્ન શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજનના યજમાનપદે દિઓદર ખાતે યોજાયેલ. જેમાં ગૌ રક્ષા રાષ્ટ્ર રક્ષ માટે સમર્પિત થયેલ મયુરભાઈ ઠક્કરને દિઓદર રઘુવંશી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરેલ. મયુરભાઈ ઠક્કર એનીમલ વેલ્ફેર બોર્ડ ભારત સરકારમાં સ્ટેટ ઓફીસર તેમજ ગૌ રક્ષા દળ ગુજરાતના અધ્યક્ષપદે અને એસ.પી.સી.એ.માં ડિરેકટર પદે સેવા આપી રહેલ છે. આગવુ પણ અનેક એવોર્ડથી સન્માનિત થયેલ. જેમાં ગૌ સેવા અયોગ્ય ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગૌ રક્ષક એવોર્ડ શ્રી પર્યાવરણ ભારતી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય એનીમલ વેલ્ફેર એવોર્ડ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય ગૌસેવા એવોર્ડ શ્રી મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતી ગૌરવ એવોર્ડ તેમજ સુરત લોહાણા મહાજન દ્વારા રઘુવંશી રત્ન એવોર્ડ શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા વીરદાદા જશરાજ એવોર્ડ આપી સન્માનિત કરેલ. તેઓ ગૌ રક્ષા માટે ગુજરાત અભિયાન ચલાવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં કતલખાને જતી ગૌ માતાઓને બચાવી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)