Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રૂટને એક લાખ વૃક્ષો અને ફૂલથી સુશોભિત કરાશે

કોર્પોરેશન દ્વારા તડામારી તૈયારીઓ જારી : માર્ગો પર પામ ટ્રી સહિત આકર્ષક વૃક્ષો અને છોડ મૂકાયા ફુલ-છોડ અને વૃક્ષો થકી આકર્ષણ જમાવવા માટેનો પ્રયાસ

અમદાવાદ,તા. ૧૭ : અમદાવાદ શહેરમાં વિકાસના બહાના હેઠળ હજારો વૃક્ષોનું છેદન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ અને અધિકારીઓને હવે અચાનક ફુલ-છોડ અને વૃક્ષો જાણે ગમવા લાગ્યા છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ તા.૨૪ ફેબ્રુઆરીએ ગુજરાતના મહેમાન બનવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ હાજરી આપવાના છે અને તે પહેલાં એરપોર્ટથી શહેરના માર્ગો પર વિશાળ રોડ શો યોજવાના છે, ત્યારે અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ટ્રમ્પના રૂટના માર્ગો પર એક લાખ વૃક્ષો અને ફુલ-છોડ મૂકી તેને ભવ્યતા સાથે સુશોભિત કરી અનોખુ આકર્ષણ ઉભુ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

            પીએમ મોદી અને ટ્રમ્પની ખાસ મુલાકાત અને શહેરના બ્યુટિફિકેશન માટે રૂ.૧૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવનારો છે. ટ્રમ્પ જે રૂ પરથી પસાર થવાના છે ત્યાં અનેકવિધ ફૂલો અને વૃક્ષોનું સુશોભન કરવામાં આવી રહ્યું છે. મોદી અને ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પાછળ અંદાજે રૂ.૧૨૫ કરોડથી પણ વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં ૧૮ રસ્તાઓ અને અન્ય ઇન્ટરનલ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે, જેની પાછળ રૂ.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ જે રૂ પરથી પસાર થવાના છે ત્યાં નવા ફૂટપાથ અને સ્ટેજના કાર્યક્રમ પાછળ રૂ.૪૫ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ટ્રમ્પ જે રૂ પર પસાર થવાના છે ત્યાં .૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

             જેમાં અમુક ખાસ પોઇન્ટ અને સ્થળ પર વિવિધ ફુલોના કૂંડા મૂકવામાં આવશે અને એક લાખ ફુલ-છોડ અને વૃક્ષો રૂ ઉપર મૂકવામાં આવી રહ્યા છે. ચીમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ અને એરપોર્ટ સુધીના રોડ પર આશરે રૂ.બે કરોડ રૂપિયાના ખર્ચે સુશોભન કરવામા આવી રહ્યુંં છે. તો, સમગ્ર રૂટને રૂ.બે કરોડ રૂપિયાના ફુલોથી સુશોભિત કરવામાં આવશે. જ્યારે ઝુંડાલ સર્કલ રોડ પર રૂ..૯૦ કરોડના ખર્ચે ફૂલોથી સજાવટ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

(8:21 pm IST)