Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ટ્રમ્પ મોદીના રોડ શોમાં જોવા મળશે એકતામાં એકતાની ઝલકઃ ૨૪ રાજ્યોની સાંસ્કૃતિક ઝલકનો નજારો દેખાશે

ગાંધીનગરઃ  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડીયમ સુધીનો ૨૨ કિમી લાંબો રોડ  શો ૨૪ ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ રોડ શોને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર જ નહીં પણ અમદાવાદ મહાનગરપાલિકા પણ કમર કસી  કરી રહી છે.

જ્યારે રોડ શો થશે ત્યારે રોડની એક બાજુ સ્ટેજ બનશે જેમાં એકતામાં એકતાની ઝલક જોવા મળશે. ગુજરાતના ગરબા, પંજાબના ભાંગડા, રાજસ્થાનના ઘુંમર, આંધ્રના કુંચીપુડી, ઓડિસાના ઘૂમરા, મહારાષ્ટ્રની લાવણી, આસામ અને મધ્યપ્રદેશના બિહૂ , ઉત્તર પ્રદેશના નૌટંકી, અને બિહારના વિદેશીયા સહિતના નૃત્યો જોવા મળશે.

આના માટે કમિશ્નર   વિજય નેહરાની  આગેવાનીમાં એક મીટીંગ થઇ હતી. જેમાં રાજસ્થાન, બિહાર ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપીના અલગ અલગ સમાજ અને બિન સરકારી સંગઠનોના પ્રતિનિધીઓ હાજર હતા.  રાજસ્થાન રાજપૂત યુવા સંઘના  સંયોજક ભવાનીસિંહે જણાવ્યુ કે રોડ શોના માર્ગ પર રાજસ્થાનના ઘૂમર અને કાલબેલીયા નૃત્યની ઝલક જોવા મળશે. જેમાં કલાકારો પરંપરાગત વેશભૂષા, પાઘડી,  અને મહાપુરૂષોની વેશભુષામાં દેખાશે.

જ્યારે ગુજરાતના રાસગરબા સહિત વિભીન્ન રાજ્યોની કલાની ઝલક જોવા મળશે. તો બિહાર સમાજના  સંયોજક મહાદેવ ઝા અનુસાર  બિહારી સંસ્કૃતિની ઝલક દર્શાવવા અમે એકજુટ થઇને આગળ આવ્યા છીએ લગભગ ૧૦૦ લોકો એકત્રીત  કરવાની જવાબદારી  સોંપવામાં આવી છે. જેમાં પારંપરિક  વેશભૂષામાં હાજર રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. બિહારની વૈભવશાળી પરંપરાની સાથે એકતાને પ્રદર્શીત  કરવા માટે વધુ લોકો એકઠા થશે.

(12:55 pm IST)