Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સુરતમાં ફાયર વિભાગની માંગ સંતોષાઈ : કાફલામાં વધુ સાત ગાડીનો ઉમેરો કરાયો

નવા 7 ફાઇટર આવતા સુરત ફાયર વિભાગ વધુ સજ્જ

સુરત : સુરતમાં આગની ઘટના અવારનવાર બને છે. આગ લાગે ત્યારે સુરત ફાયર વિભાગ પાસે ગાડીયો ઓછી પડતી હોવાથી આસપાસના ફાયરની મદદ લેવામાં આવતી હતી સુરતના ફાયર વિભાગમાં સાત ગાડીનો ઉમેરો થયો છે. સાત ગાડીના ઉમેરા સાથે જ સુરતની ફાયર વિભાગ વધારે સજ્જ બની ગયું છે

   સુરતમાં મોટા પ્રમાણમાં કાપડ ઉદ્યોગ આવેલો છે. આવા સમયે કાપડમાં જ્યારે આગ લાગે ત્યારે ફાયર વિભાગે વધારે મહેનત કરવી પડતી હોય છે. આવી આગની ઘટનામાં ફાયર પાસે ફાઇટર ગાડીઓ ઓછી પડતી હોય છે. જેને લઈને વધારે ગાડીઓની માંગણી કરવામાં આવતી હતી.

   આગની ઘટનામાં ફોમ ફાઇટરની જરૂર વધુ પડતી હતી. આવી ઘટનામાં બહાર ના ફાઇટરની મદદ લેવામાં આવતી હતી. આજે સુરત મનપા દ્વારા ફાયર વિભાગની માંગ સંતોષીને નવા 7 ફાયર ફાઇટરનો સુરત ફાયર વિભાગમાં ઉમેરો કરવામાં આવ્યો હતો

   નવા 7 ફાઇટર આવતા સુરત ફાયર વિભાગ વધુ સજ્જ થયું છે. આગામી દિવસોમાં પણ ફાયર વિભાગ તરફથી કરવામાં આવેલી વિવિધ માંગણીને પૂરી કરીને ફાયર વિભાગને વધારે સજ્જ કરવામાં આવશે.

(12:28 pm IST)