Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ટ્રમ્પની મુલાકાત : પશુપાલન-ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મોટો ઝટકો લાગી શકે છે !

ભારતમાં 8 કરોડ લોકોની આજીવિકા પર સંકટ આવી શકે છે

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારમાં કરોડોનો ધૂમાડો થઇ રહ્યો છે, અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, ગુજરાત સહિત દેશના કરોડો પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડી શકે તેમ છે, મોદી સરકાર ડેરી અને મરઘા ઉદ્યોગમાં અમેરિકાને મોટી છૂટ આપી શકે છે, જો આમ થશે તો મોટો વિરોધ પણ થઇ શકે છે.

 અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના વેપાર અંગે કેટલાક કરાર થઈ શકે છે. જોકે યુ.એસ.ના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લેથાઇઝર આ અઠવાડિયે 13 ફેબ્રુઆરીએ ભારત આવવાના હતા, પરંતુ તેમણે તેમની મુલાકાત રદ કરી.હતી

 પ્રવાસ રદ કરવા માટે યુ.એસ.દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી.રોબર્ટ લેથાઇઝરના પ્રવાસને રદ કરવાને કારણે યુ.એસ. સાથેના વેપાર સોદાની ભારતની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. જો કે એવા અહેવાલ છે કે રોબર્ટ લેથાઇઝર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના પ્રતિનિધિમંડળનો ભાગ હોઈ શકે છે.

 ભારત સરકાર વેપાર સોદા અંગે હજી સકારાત્મક છે, તેથી જ સરકારે યુ.એસ.ને ઓફર કરી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારતે યુ.એસ. સાથે સંભવિત વેપાર સોદા માટે તેના ડેરી અને મરઘા ઉદ્યોગમાં છૂટ આપી છે.

 જો મોદી સરકાર દેશનો ડેરી અને મરઘાં ઉદ્યોગ યુ.એસ.ને વેપાર સોદો કરવા ખોલશે, તો તેની અસર દેશના 8 કરોડ લોકોની આજીવિકા પર પડી શકે છે. ભારત વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક માર્કેટ છે, જેમાં 8 કરોડ લોકોની આજીવિકા છે. જેમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારના લોકો શામેલ છે. ભારતે પરંપરાગત રીતે દેશમાં ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ જો મોદી સરકાર આ ક્ષેત્રમાં અમેરિકાને નિકાસ પર કોઈ છૂટ આપે છે, તો તે ભારતીય દૂધ ઉત્પાદકો અને ડેરી ઉત્પાદનોના વ્યવસાયને સીધી અસર કરી શકે છે.

ભારતમાં દૂધનું ઉત્પાદન પરંપરાગત રીતે અને નાના પાયે કરવામાં આવે છે. તેની સામે અમેરિકાનો ડેરી ઉદ્યોગ અત્ય આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. અને તેઓ જો ભારતમાં ડેરી પ્રોડક્ટ મોકલશે તો અહીનો ડેરી ઉદ્યોગ તૂટી જશે.

(12:18 pm IST)