Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

એલ.આર.ડી.સબંધી આંદોલનની આગ ઠરી નથીઃ અનામત વર્ગ હજુ નારાજઃ સરકાર બોલ્યુ પાળે તો બિન અનામત વર્ગને માન્ય

આંદોલનનું ભવિષ્ય નક્કી કરવા લડવૈયાઓની ચર્ચાઃ આદિવાસીઓનો પ્રશ્ન લટકતો

(અશ્વીન વ્યાસ) ગાંધીનગર, તા., ૧૭ : ગઇ રાત્રે સરકારે એલઆરડી મીહલા બેઠકો અંગે જાહેર કરેલા નિર્ણયથી અસંતોષ બંન્ને પક્ષે વધવાની શરૂઆત થઇ છે પરીણામે અનામત અને બિન અનામત બંન્ને ગૃપો દ્વારા આંદોલન ચાલુ રાખવાની વાત કરી છે. આંદોલનનું ભાવી નક્કી કરવા આજે ચર્ચાનો દોર ચાલુ છે.

એલઆરડીની ભરતીમાં ૧ લી ઓગષ્ટ ર૦૧૮ના ઠરાવ મામલે અનામતઅને  બિન અનામત વર્ગ દ્વારા સકારના નિર્ણયને નહી સ્વીકારી આંદોલન ચાલુ રાખવાનું વલણદેખાય છે આજે દિવસ દરમ્યાન ગાંધીનગર ખાતે વિવિધ ગ્રુપો દ્વારા સરકારના નિર્ણયને સ્વીકારવો કે ન સ્વીકારવો તેનો નિર્ણય કરવામાં આવશે તેમ આજે વહેલી સવારથી સત્યાગ્રહ છાવણીમાં ચર્ચા-પરમર્શ ચાલી રહી છે. આંદોલનની આગ હજુ ઠરી નથી. આગળનું શું થાય છે? તે જોવાનું રહયું.

અનામત વર્ગ સરકારની જાહેરાત પછી પણ નારાજ જણાય છે તેમના આંદોલનને આદિવાસી આંદોલનકારોએ પણ ટેકો આપ્યો છે. આદિદવાસીઓનું આંદોલન સરકાર દ્વારા અમુક વર્ગને અપાતા જાતીના પ્રમાણપત્રો અમુક વર્ગને અપાતા જાતીના પ્રમાણપત્રો સામે છે. આવા પ્રમાણપત્રો નાહકના અપાતા હોવાનું તેમનું કહેવું છે.

બિનઅનામત વર્ગની આંદોલન છાવણીના અગ્રણી દિનેશ બાંભણીયાએ જણાવેલ કે સરકારે જે રીતે ગઇકાલે બેઠકો વધારવાની જાહેરાત કરી છે. તે રીતે લેખીત કાર્યવાહી કરે તો સરકારની વાત સ્વીકારવામાં સૈધ્ધાંતીક રીતે અમને વાંધો નથી. સરકારની હવે પછીની કાર્યવાહી જોઇને આંદોલન અંગેનો આગળનો નિર્ણય કરશું.

(11:28 am IST)