Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બજેટ સત્ર વખતે જ રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણીઃ કોંગીમાં તોડફોડનો ભાજપનો ઈરાદો

શંભુજી ટુંડિયા, લાલસિંહ વડોદરિયા, ચુનીભાઇ ગોહેલ અને મધુસુદન મિસ્ત્રી નિવૃત થાય છેઃ ધારાસભ્યોના સંખ્યાબળ મુજબ ભાજપ-કોંગ્રેસ બન્નેને બબ્બે બેઠકો મળવાપાત્ર

ગાંધીનગરઃ આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂકયુ છે. આ બજેટ સત્રમાં સરકારે ઘણાય મુદ્દાઓનો સામનો કરવાનો છે.

આ બજેટ સત્રમાં રાજકીય રીતે ખુબ જ મહત્વની બાબત એ છે કે રાજ્યસભાની ચાર(૪) સભ્યોની ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપના ૩ રાજ્યો નિવૃત થાય છે જ્યારે કોંગ્રેસના ૧ સભ્ય નિવૃત થઇ રહ્યા છે.

ગત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યાના પ્રમાણમાં આ વખતે કુલ ૪માંની ૨ બેઠકો મળશે. આમ એક સભ્ય કોંગ્રેસને વધુ મળશે. જ્યારે ભાજપના ૩ હતા અને એક ઘટશે.

હવે એ જોવાનુ રહ્યુ કે કોંગ્રેસમાંથી ભાજપ ક્રોસ વોટીંગ કરવી શકે છે કે ધારાસભ્યોનો તોડફોડ કરવામાં સફળતા મળે છે કે નહિ .

ચાર સભ્યો જે નિવૃત થઇ રહ્યા છે તેમા શંભુભાઇ ટુંડિયા, ચુનીભાઇ ગોહેલ (વેરાવળ), લાલસિંહ વડોદરીઆ, મધુસુદન મિસ્ત્રીનો સમાવેશ થાય છે. અત્રે યાદ કરવાની વાત એ છે કે લાલસિંહ વડોદરીઆ જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચંૂટાયા હતા પરંતુ તેમને રાજ્ય સભાના સભ્ય બનાવવાના ખાત્રી અપાતા ભાજપમાં ગયા હતા.

હવે જોવાનુ રહ્યુ કે ગત રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપ મુખ્ય ઉમેદવાર ઉપરાંત વધારાના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમને સફળતા મળી ન હતી. અને ભાજપને રાજકીય નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપ કોઇ વધારાના ઉમેદવારને ચુંટણી લડાવવા માંગે છે કેમ તે જોવાનુ રહ્યુ.

(11:01 am IST)