Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે :વિવિધ વિકાસના કામોનું શિલાન્યાસ

સંઘપ્રદેશમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો : સેલવાસમાં દમણ ગંગા રિવરફ્રન્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

અમદાવાદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંઘપ્રદેશની મુલાકાત લેશે.

 રાષ્ટ્રપતિની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે રાત્રી રોકાણ સેલવાસમાં કર શે

સેલવાસમાં રાષ્ટ્રપતિના આગમનને વધાવવા દમણ ગંગા રિવરફ્રન્ટ પર આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે વિકાસના અનેક કાર્યક્રમોનું કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યસ કરાશે.

 રાષ્ટ્રપતિની સુરક્ષા માટે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની સાથે ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસના જવાનો પણ તેનાત હશે.

 
(10:46 am IST)