Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

જયંતિ ભાનુશાળી હત્યાના આરોપીની કબૂલાત : છબીલ પટેલે 30 લાખમાં આપી હતી સોપારી

અમદાવાદ :ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા  મામલે પોલીસને મોટી સફળતા મળી છે, જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા વધુ બે શાર્પશૂટરોની પોલીસે ધરપકડ કરી છે. બંને શાર્પશૂટરોએ હત્યા મુદ્દે કબુલાત કરતા, હત્યા કેસના કેટલાએ ભેદ બહાર આવ્યા છે. બંને સાર્પશૂટરોની CID ક્રાઇમે ધરપકડ કરી છે.

    જયંતી ભાનુશાળી કેસ મામલે સીઆઈડી ડીજી આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે, જયંતી ભાનુશાળી કેસમાં વધુ બે શાર્પ શૂટરોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં શશિકાંત દાદા ઉર્ફે કાંબલે અને અશરફ અનવર શેખ નામના બે શાર્પ શૂટરોની ધરપકડ કરી લેવામાં આવી છે

 CID DG આશિષ ભાટીયાએ કેસ મુદ્દે સમગ્ર ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા શાર્પશૂટરો પાસેથી કેસ મુદ્દે કેટલીએ મહત્વની માહિતી બહાર આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓની કબુલાત અનુસાર, છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, આની માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

 તેમણે કહ્યું કે, બે શાર્પશૂટર ઝડપાયા છે, જેમાં શશિકાંત સામે વિરુદ્ધ પુનામાં પણ 10થી 12 કેસ છે, આ તમામ કેસ મર્ડર અને મારામારીના છે. જ્યારે અશરફ અનવર શેખ ચોરી જેવા ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે

(11:52 pm IST)
  • કાલુ મરાઠાએ છરી મારી કરી હત્યા જામનગર:બાવરીવાસમાં યુવકની છરી મારી હત્યા:દિગજામ સર્કલ પાસે યુવકને માર મારતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો:સારવાર દરમિયાન યુવકનું મોત: પોલીસે હત્યારાને શોધવા ચક્રોગતિમાન કર્યા access_time 8:58 pm IST

  • પોરબંદર ખારવા સમાજ દ્વારા રેલી :શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ :રેલીમાં 10 હજારથી વધુ લોકો જોડાયા: શહેરના ઇતિહાસમાં પ્રથમવખત સૌથી મોટી રેલીમાં દેશભક્તિનો જુવાળ જોવાયો :ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવાયા access_time 11:34 pm IST

  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કરી શહીદોના પરિવારજનો સાથે વાતચીત :હાર સંભવ મદદની ખાતરી આપી :જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારજનો સાથે વાતચીત કરતા પ્રિયંકાએ કહ્યું પાર્ટી તમામ પ્રકારની સહાય કરશે તેવું આશ્વાસન આપ્યું access_time 12:41 am IST