Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ડાંગના વઘઈમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા શખ્સની અટકાયત

અમદાવાદ :સમગ્ર દેશ પુલવામા આતંકી હુમલાના શહીદીનો શોક મનાવી રહ્યુ છે. આતંકવાદ અને પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યુ છે. ત્યારે ડાંગના વઘઈ ખાતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા શખ્સની અટકાયત થઈ છે.

  વઘઈના સિંગલ ફળિયામાં રહેતા મુસ્લિમ યુવકે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા વાતાવરણ તંગ બની ગયુ હતુ. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઈમરાન મુસ્તાક શેખ નામના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. જે બાદ પોલીસે તેની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

(2:01 pm IST)