Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

સુરતના ઉધનામાં ક્રિકેટ રમવાના મામલે બે જૂથ વચ્ચે બઘડાટી

સામાન્ય બોલાચાલી બાદ તકરાર વધતા ડીસીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા

સુરતના ઉધના વિસ્તારમાં ક્રિકેટ રમવાના મામલે બે જૂથો વચ્ચે બઘડાટી બોલી જવા પામી છે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચકાતા બે જૂથો આમને સામને આવી ગયા હતા. અને પથ્થરમારો થયો હતો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે

  ક્રિકેટ મામલે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તકરાર વધી હતી. અને બે જૂથો આમને સામને આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ મામલો થાળે પાડ્યો હતો.

(1:24 pm IST)